Chief Officer
વિનોદભાઈ રાઠોડ
|
|
| |
|
|
|
|
|
|
|
|
|
Welcome to About Babra |
બાબરાનો ઇતિહાસ જોઇએ તો બાબરાનુ મુળનામ મણિપુર હતુ. પરંતુ બબુવાહનને મણિપુર ઉપર ચડાઇ કરી આજુ-બાજુના બાર ગામો જીતી બાબરાની સ્થાપના કરી જેના પરથી બાબરા નામ પડ્યુ તેવું ઇતિહાસમાં નોંધાયેલ છે.
બાબરા શહેર કાળુભાર નદીને કાંઠે વસેલ છે. ઐતિહાસિક સ્થળોમાં શહેરની પશ્ચિમ દિશાએ બ્રમ્હકુંડ તથા નિલકંઠ મહાદેવનું મંદિર આવેલ છે. લોક વાયકા મુજબ પાંડવોના વનવાસ કાળમાં બાબરા આવી મહાયજ્ઞ કરેલ જેના અવશેષ રૂપે નિલકંઠ મહાદેવ મંદિરના પટાંગણમાં પાંચ કુંડો આવેલા છે. અમરેલી રોડ શહેરમાંથી પસાર થતા તાપડિયા આશ્રમ સંત શ્રી તાપડિયા બાપુએ સ્થાપેલ છે.
બાબરા નગર એ બાબરા તાલુકાના બાબરા ગામથી ૦ કિ.મી. ના અંતરે આવેલ છે. જે વિસ્તાર પાંચાળના પ્રવેશદ્વાર તરીકે ઓળખાય છે. બાબરા ગામના અવશેષો દર્શાવે છે કે દેશી રજવાડ સમય બાદ આ વિસ્તારનું કેટલું મહત્વ હતું. નગરમાં દેશી પ્રકારની બાંધણી ધરાવતાં રહેઠાણના મકાનો, જેમાં ઇંટ, ચુનાનો, માટીનો મહદઅંશે ઉપયોગ થતો જોવા મળે છે. હાલના સમયમાં આધુનિક બાંધકામોમાં સિમેન્ટ કોંક્રિટનું પ્રમાણ પણ જણાય છે.
બાબરા નગરમાં જીનીંગ-ઓઇલ જેવા ઉદ્યોગો વિકસેલા છે. મોટા ભાગના ઉદ્યોગો નગરની આજુબાજુના વિસ્તારમાં સ્થપાયેલ છે. બાબરા નગરની ઉત્તર બાજુએ જસદણ શહેર, દક્ષિણ બાજુએ અમરેલી શહેર, પુર્વ બાજુએ ભાવનગર અને પશ્ચિમ બાજુએ રાજકોટ શહેર આવેલ છે.
|
|
|
President of Babra
|
 |
|
જીનતબેન હસનભાઇ અગવાન
|
|
|
| |
|
|
|
|
|
|